Applyforjob.in

Wayanad landslide : ભૂસ્ખલન બાદ વાયનાડ નાં દ્રશ્યો જોઈ તમે પણ ચોંકી જશો.

Wayanad landslide

Wayanad landslide: ભૂસ્ખલન બાદ વાયનાડમાં શું ચાલી રહ્યું છે તેના ઉપર એક નજર

Wayanad landslide : વિશે તમે સૌવ લોકોએ સાંભડયું જ હશે આવો તેનાથી પણ વધુ જાણકારી હું તમને આપું. વાયનાડમાં ઘટેલ ઘટના એ સમસ્ત કેરળના રૂવાંટા ઊભા કરી દીધા છે. ભારતના કેરળનાં ઉતરપૂર્વમાં આવેલ એક રમણીય જિલ્લો છે. વાયનાડએ પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસી પર્વતકારો માટે લોકપ્રિય સ્થળ છે. વાયનાડમાં સુંદર લીલાછમ ડુંગરો,ટેકરીઓ,ઝરણાઓ છે, જે વાયનાડ ને પોતાનામાજ સુંદર દર્શાવે છે, અને પ્રવાસીઓને તેની બાજુ એકત્રિત કરે છે. વાયનાડની લોકપ્રિય જગ્યાઓ બાજુ નજર કરિએ તો

  • વન્યજીવ અભયારણ્ય
  • ચેમ્બ્રા પીક
  • બનાસુરા સાગર
  • એડક્કલ ગુફાઓ
  • લક્કીડી વ્યુ પોઈન્ટ
  • સૂચીપારા ધોધ

અને હજુ તો આવા ઘણા સ્થળો વાયનાડ પોતાની અંદર સમાવીને બેઠું છે, જે તમને ત્યાં જવા માટે મજબૂર કરશે.

Wayanad landslide કઈ રીતે સર્જાણો

હાલના ચોમાસાની ઋતુમાં પર્વતો માં ક્યારે શું હલન-ચલન થાય તે કેવું એક રીતે નામુમકિન છે. તેવો જ કઈક બનાવ બન્યો વાયનાડ સાથે. (Wayanad landslide) વાયનાડ ભૂસ્ખલન ભારે વરસાદનાં કારણે માંટીનાં ઠડવાના કારણે સર્જાણો અને આ ભૂસ્ખલન 1,550 મીટર ની ઉંચાઇએ ઉદ્દભવ્યું હતું , અને હાલમા મળી રહેલ ખબર મુજબ વાયનાડમાં એક નહીં પરંતુ ત્રણ જગ્યાએ ભૂસ્ખલન સર્જાયા.

મંગળવાર નાં રોજ Wayanad landslide નો બનાવ બન્યો છે, જે એક રીતે કહીએ તો કેરળનાં લોકો માટે ખૂબ જ દુખદ છે. જે પ્રમાણે ખબર મળી રહી છે તે પ્રમાણે આ મંગળવાર નાં રોજ થયેલ ભૂસ્ખલનમાં 250+ કરતાં પણ વધુ લોકોનાં મોત થયા હોવાનું સામે આવે છે. તદઉપરાંત 200+ વધુ લોકો હજી ગાયબ હોવાનું જાણય રહ્યું છે.

Wayanad landslide ક્યા-કયા થયો છે?

જે પ્રમાણે માહિતી મળી રહી છે , એ મુજબ ચુરલમાલા અને ચલિયાર આ જગ્યાએ ભૂસ્ખલન નાં બનાવ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. વાયનાડના મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝાને સૌથી વધુ અસર થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જે પ્રમાણે હજી બચાવ કામગીરી ચાલી રહી છે, તે પ્રમાણે ચૂરલમાલામાં વધુ મૃતદેહ મળ્યા છે. બે દિવસ થય જવા છતાં હજી પણ રાહત બચાવ કામગીરી વધારવામાં આવેલ છે.

અત્યાર હાલમાં ફાયર-બ્રિગેડ (અગ્નિ શામક દળ) એન સ્વયં-સેવકો હેઠડ બચાવ કામગીરી ચાલી રહી છે હાલ નો આંકડો કહવામાં આવે તો

  • 250 થી વધૂ મૃતદેહો
  • 200 થી વધુ ની ખોજ બાકી
  • 1000 થી બધુ લોકોનો બચાવ

શું છે વાયનાડની હાલની પરિસ્થિતિ

કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયે વાયનાડમાં થયેલ ભૂસ્ખલન અંગે બેઠકની અધ્યક્ષતા કરી છે. NDRF ના DG એ કહયું કે “NDRF ની ટીમ પણ બચાવ કાર્ય માં લાગેલી છે.”

કોંગ્રશનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી વાયનાડામાં થયેલ ભૂસ્ખલનનાં નિરીક્ષણ માટે ગયા અને અસરગ્રસ્ત જગ્યાઓ જઈ લોકો સાથે વાતો કરી ત્યારબાદ રાહત સીબીરની મુલાકાત લીધીને પીડિત લોકો સાથે વાત કરી હોસલો આપ્યો. હાલની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો ઘણા લોકોએ પોતાનાં પરિવારજનોને ગુમાવ્યા છે, તો ઘણા લોકો ને ગંભિર ઇજાઓ થાય છે, તદઉપરાંત ત્યાં આસપાસનાં ગ્રામીણ લોકોને પણ અત્યંત નુકશાનનો સામનો કરવો પડ્યો છે.

Wayanad landslide વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
આવી વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જેનાં જણાવ્યા મુજબ , “બચાવ કામગીરી માટે ઓછામાં ઓછા 1,500 આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવેલ છે.” હાલ વાયનાડનાં હાલ વધુ નાં બગડે તે માટે પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર હજી બે દિવસ સુધી વાયનાડ અને અન્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરેલ છે. જે ત્યાંનાં લોકો માટે ખરાબ સમાચાર હોવાનું સાબિત કરે છે.

વાયનાડમાં બંનેલ આ બનાવને લયને અમેરિકા, રશિયા, ચીન અને ઈરાન સહિત અન્ય ઘણા દેશોએ થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે અને સહાય માટે હાથ આગાડ વધાર્યો છે.

અત્યારે હાલના દ્રશ્યોને જોયને લાગી રહ્યું છે કે બધુ બરોબર કરતાં સમય લાગી શકે છે. રોડ રસ્તાઓ ધોવાય ગયા છે. જેથી કરીને વાહનોની આવક જાવક ઉપર પ્રતિબંધ મુકેલ છે. અત્યારે વાયનાડમાં દુખદ માહોલ ચાલી રાહ્યો છે. તે માટે આપડે સૌએ તેને હોસલો આપવો જોઇએ.

નોંધ

હવામાનનાં જણાવ્યા અનુસાર અત્યારે વાયનાડમાં જવાનું ટાડો અને તમારે ઘરે સુરક્ષિત રહો, જો તમે આજુ બાજુ નાં વિસ્તાર માં રેહતા હોય તો ધ્યાન રાખવું અને બંને ત્યાં સુધી તેવા માહોલ થી દૂર રેહવા વિનંતી, ધન્યવાદ.

વાયનાડ ભૂસ્ખલનનું કારણ શું હતું?

વાયનાડ ભૂસ્ખલન આ પ્રદેશમાં ભારે વરસાદ અને જમીનના ધોવાણને કારણે થયું હતું.

વાયનાડ ભૂસ્ખલનના પીડિતોને હું કેવી રીતે મદદ કરી શકું?

તમે રાહત સંસ્થાઓને દાન આપી શકો છો, તમારો સમય સ્વયંસેવી શકો છો અથવા વાયનાડની પરિસ્થિતિ વિશે જાગૃતિ ફેલાવી શકો છો.

શું ભૂસ્ખલન પછી વાયનાડ જવું સલામત છે?

ભૂસ્ખલન પછી વાયનાડની સફરનું આયોજન કરતા પહેલા સ્થાનિક સત્તાવાળાઓ અને મુસાફરી સલાહકારો સાથે તપાસ કરવી હંમેશા શ્રેષ્ઠ છે.

શું વાયનાડમાં ભાવિ ભૂસ્ખલન અટકાવવા માટે કોઈ ચેતવણી ચિહ્નો છે?

જમીનમાં તિરાડો, પાણીના પ્રવાહમાં અચાનક ફેરફાર અથવા જમીનમાંથી આવતા અસામાન્ય અવાજો જેવા ચિહ્નો સંભવિત ભૂસ્ખલનનું જોખમ સૂચવી શકે છે.

આપણે વાયનાડમાં ભાવિ ભૂસ્ખલનને કેવી રીતે અટકાવી શકીએ?

યોગ્ય જમીન-ઉપયોગનું આયોજન, પુનઃવનીકરણના પ્રયાસો અને જાળવણી દિવાલોનું નિર્માણ વાયનાડમાં ભૂસ્ખલનનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

Leave a Comment